Content-Length: 160101 | pFad | http://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BC

નમાજ઼ - વિકિપીડિયા લખાણ પર જાઓ

નમાજ઼

વિકિપીડિયામાંથી
કાહિરામાં નમાજ઼, ૧૮૬૫. જ઼ાઁ લેયો જ઼ેરોમ.

નમાજ઼ (ઉર્દૂ: نماز ) અથવા સલાહ્ (અરબી: صلوة) , ઇસ્લામમાં સૌથી મહત્વની ઇબાદત (પ્રાર્થના) ગણાય છે, કુર્આનમાં અનેક વાર સ્પષ્ટ શબ્દોમાં નમાજ઼ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. નમાજ઼ માટે પૂર્વ તૈયારી રૂપે અમૂક ચીજો જરૂરી છે.

  • (૧) જે સ્થળે નમાજ઼ પઢવામાં આવી રહી છે, તે પાક-સ્વચ્છ હોય, એટલે કે ત્યાં ગંદકી ન હોય.
  • (૨) માણસનું શરીર ચોખ્‍ખું – સ્‍વચ્‍છ હોય. અહિંયા પાક ચોખ્‍ખા હોવાનો મતલબ એ છે કે શરીઅતના આદેશ પ્રમાણે જો જરૂરત હોય તો નહાઈ લેવામાં આવે. (પત્ની સાથે સંભોગ કર્યા પછી કે સ્વપ્ન દોષ પછી નાહવું શરીઅત પ્રમાણે જરૂરી છે. તે વગર માણસ નાપાક ગણાય છે. )અને નાહવાની જરૂરત નથી તો વુઝૂ કરવામાં આવે. (કોગળો કરવા, હાથ, મોં, પગ ધોવા વગેરેને વુઝૂ કહેવામાં આવે છે).
  • (૩) કપડાં પાક – સ્‍વચ્‍છ હોય. એટલે કે તેના પર કોઇ નાપાકી, મળ – મુત્ર , લોહી વગેરેની ન હોય.
  • (૪) કિબ્‍લા તરફ મોઢું કરવું,(કિબ્‍લા એટલે મક્કા શહેર પવિત્ર મસ્જિદ ના મધ્યે આવેલ એક વિશેષ સ્થળ ), ભારતવાસીઓ માટે એ પશ્ચિમ દિશાએ પડે છે.
  • (પ) નમાજ઼નો સમય હોવો, શરીઅત તરક઼થી પાંચે ય નમાજ઼ોનો સમય નક્કી છે, જે તે નમાજ઼ માટે એનો સમય હોવો જરૂરી છે, એ સિવાય જો માણસ વધારાની (નફલ) નમાજ઼ વધુ ઇબાદત રૂપે પઢવા માંગતો હોય અથવા કોઇ છૂટેલી નમાઝ પઢવા માંગતો હોય તો શરીઅત તરફથી મના કરવામાં આવેલ સમયો ન હોય એની ખાતરી કરી લે.
  • (૬) નિય્‍યત કરવી, એટલે કે નમાજ઼ શરૂ કરતાં પહેલાં એ બાબતનું ધ્યાન ધરવું કે હું અલ્‍લાહના આદેશાનુસાર ફલાણી નમાઝ પઢી રહ્યો છું.

નમાજ઼ોનો સમય

[ફેરફાર કરો]
૧. ફ્જર [સવાર ની નમાજ઼]
૨. જ઼ોહર [બપોર ની નમાજ઼]
૩. અસર [સાજ્ ની નમાજ઼]
૪. મગરીબ [સુર્યાસ્ત પછી ની નમાજ઼]
૫. ઇશા [રાત ની નમાજ઼]








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: http://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BC

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy