લખાણ પર જાઓ

ચુની લાલ

વિકિપીડિયામાંથી
નાયબ સુબેદાર
ચુનીલાલ
એસી, વીઆરસી, એસએમ
જન્મ નામચુની લાલ
જન્મ(1968-03-06)6 March 1968
ભદરવા, જમ્મુ અને કાશ્મીર, ભારત
મૃત્યુ24 June 2007(2007-06-24) (ઉંમર 39)
કુપવાડા, જમ્મુ અને કાશ્મીર, ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૮૪-૨૦૦૭
હોદ્દો નાયબ સુબેદાર
સેવા ક્રમાંકજેસી-૫૯૩૫૨૭
દળ૮ જેક લાઇ
યુદ્ધોસિયાચીન યુદ્ધ
ઓપરેશન મેઘદૂત
ઓપરેશન રાજીવ
કારગિલ યુદ્ધ
ઓપરેશન વિજય
કાશ્મીર સમસ્યા
પુરસ્કારો અશોક ચક્ર
વીર ચક્ર
સેના ચંદ્રક

નાયબ સુબેદાર ચુની લાલ, એસી વીઆરસી એસએમ એ ભારતીય ભૂમિસેનાની આઠમી પલટણ, જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રીના એક સૈનિક હતા. તેમનો જન્મ ભદરવા, ડોડા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર ખાતે થયો હતો.[] તેમને વીરતા માટે વીર ચક્ર અને સેના મેડલ એનાયત કરાયા હતા.[] તેઓ કુપવાડા ખાતે આતંકવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન ૨૪ જૂન ૨૦૦૭ના રોજ શહીદ થયા હતા. આ આતંકવાદીઓ સરહદ પાર કરી અને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા અને કાર્યવાહી દરમિયાન તમામ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. આ કાર્યવાહી જેમાં ચુની લાલ શહીદ થયા તેના માટે તેમને ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર (પુરસ્કાર) મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.

કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૮૪માં લાલ જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રીની આઠમી પલટણમાં જોડાયા. ૧૯૮૭માં તેમણે સિઆચીન હિમનદી ખાતે ૨૧,૧૫૩ ફીટની ઉંચાઈ પર સ્થિત બાના ચોકી કબ્જે કરવાની કાર્યવાહીમાં જોડાવા માટે તૈયારી બતાવી અને તેના માટે સેના મેડલ એનાયત કરાયો. જૂન ૧૯૮૭માં તેમની પલટણ સિઆચીન વિસ્તારમાં તૈનાત હતી. તે સમયે જાણકારી મળી કે હિમનદીના વિસ્તારમાં મોટાપ્રમાણમાં પાકિસ્તાની ઘૂસણખોરોએ કબ્જો જમાવ્યો હતો. આ ઘૂસણખોરોને ખદેડવાનું મુશ્કેલ પરંતુ અનિવાર્ય હતું. આ માટે એક ખાસ ટુકડીની રચના કરવામાં આવી. આ ટુકડીમાં જોડાવા માટે તેમની પલટણના ઘણા સૈનિકોએ તૈયારી બતાવી જેમાં તત્કાલીન નાયબ સુબેદાર (અને પાછળથી સુબેદાર મેજર અને માનનીય કેપ્ટન) બાના સિંઘ પણ હતા. પાકિસ્તાની ઘૂસણખોરો ૬૫૦૦ મિટર પર સ્થિત ચોકી પર આવી ગયા હતા. આ સ્થળ પરથી સમગ્ર સાલ્ટોરો પર્વતમાળા અને સિઆચીન હિમનદીનો વિસ્તાર તેઓ જોઈ શકતા હતા અને કોઇને પણ નિશાન બનાવી શકતા હતા. પાકિસ્તાનીઓએ તે ચોકીને મહમદ અલી ઝીણાના માનમાં 'કૈદ ચોકી' નામ આપ્યું હતું. આ ચોકીની આસપાસ ૪૫૭ મિટર ઉંચી બરફની દિવાલ હતી. ૨૬ જૂન ૧૯૮૭ના રોજ નાયબ સુબેદાર બાના સિંઘની આગેવાની હેઠળ ચુની લાલ અને અન્ય સૈનિકો અત્યંત કઠિન હવામાન અને રસ્તા પર આગળ વધ્યા. તેમણે તમામ ઘૂસણખોરોને મારી હટાવ્યા. આ કાર્યવાહીને ઓપરેશન રાજીવ નામ અપાયું અને બાના સિંઘને પરમવીર ચક્ર એનાયત કરાયું.

૧૯૯૯માં જમ્મુ અને કાશ્મીરના પુંચ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીની કોશિષ નિષ્ફળ બનાવી અને ૧૨ ઘૂસણખોરોને ઠાર માર્યા અને ચોકીને દુશ્મનના કબ્જામાં જતી બચાવી. આ કાર્યવાહી ઓપરેશન રક્ષક હેઠળ કરવામાં આવી હતી અને તેના માટે લાલને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું.

તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનાના ભાગ રૂપે સુદાન અને સોમાલિયા ખાતે તૈનાત કરવામાં આવ્યા. સુદાનમાં તેમની ટુકડીના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંયુક્ત રાષ્ટ્રસંઘનો વીરતા પુરસ્કાર તેમની ટુકડીને એનાયત કરાયો.

૨૪ જૂન ૨૦૦૭ ના રોજ લાલ કુપવાડા, જમ્મુ અને કાશ્મીર ખાતે સરહદ પર તૈનાત હતા. ચોકી ૧૪,૦૦૦ ફીટની ઉંચાઈ પર હતી અને તે રાત્રે ૫ મિટર જેટલું દૂર જ જોઈ શકાતું હતું. તાપમાન પણ શૂન્યની નીચે ૫ જેટલું હતું. ૩.૩૦ વાગ્યા આસપાસ સરહદ પર કાંટાળી વાડની પાર શંકાસ્પદ હરકત જોવા મળી. તેમણે તપાસ કરવા નક્કી કર્યું. તેમણે સૈનિકોને તૈનાત કર્યા અને થોડી જ વારમાં ગોળીબાર શરુ થઈ ગયો. તે લગભગ એક કલાક સુધી ચાલ્યો. લાલની આગેવાન હેઠળ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સવાર સુધી આતંકવાદીઓની શોધખોળ ચાલુ રાખી. શોધખોળ જ્યારે ઘેરા જંગલના વિસ્તારમાં શરૂ કરાઇ ત્યારે છુપાયેલ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. તેમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા. જોકે બે સૈનિકો ઘાયલ થયા અને આતંકવાદીઓ છુપાયા હતા તેની નજીક જ પડી ગયા. આ જોતાં ચુની લાલે પોતાની સલામતીને ગણકારી નહિ અને ઘાયલ સૈનિકો તરફ આગળ વધ્યા અને તેમને સલામત સ્થળે ખેંચી ગયા. આમ કરતાં તેમણે બે સાથી સૈનિકોના જીવ બચાવ્યા. વધુ હુમલાખોરો હોવાની શંકાના આધારે વિસ્તારમાં શોધખોળ ચાલુ રહી. તે સંશય સાચો નીકળ્યો અને લાલે ત્રીજા આતંકવાદીને ભાગવાની કોશિષ કરતાં જોયો અને તેને ઠાર માર્યો. પરંતુ આ દરમિયાન તેમને ગોળી વાગતાં પેટના ભાગે ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું. તેમણે પથ્થરની આડ લઈ અને ગોળીબાર ચાલુ રાખ્યો અને તેમના નેતૃત્વ હેઠળ બાકી બે આતંકવાદીઓને પણ મારી નાખ્યા.

ચુની લાલે મોટાપ્રમાણમાં રક્ત ગુમાવ્યું હતું અને હેલિકોપ્ટર દ્વારા તેમને તબીબી સારવાર સુધી પહોંચાડવામાં આવે તે પહેલાં તેઓ શહીદ થયા. આ કાર્યવાહીમાં સાથી સૈનિકોના જીવ બચાવવા,  વીરતા અને શૌર્ય બતાવવા તેમજ લડાઈ દરમિયાન નેતૃત્વ દર્શાવવા માટે તેમને અશોક ચક્ર (પુરસ્કાર) મૃત્યુપર્યંત એનાયત કરવામાં આવ્યું.

તેઓના પત્ની ચિંતા દેવી અને ત્રણ બાળકો-એક પુત્ર અને બે પુત્રીઓએ ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન પુરસ્કાર સ્વીકાર્યો.

વીરતા પુરસ્કાર

[ફેરફાર કરો]
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
અશોક ચક્ર વીર ચક્ર
સેના મેડલ વુન્ડ મેડલ ખાસ સેવા પદક સિઆચીન હિમનદી પદક
સૈન્ય સેવા પદક હાઇ ઓલ્ટીટ્યુડ મેડલ વિદેશ સેવા પદક સ્વતંત્રતાનો ૫૦મી વર્ષગાંઠ પદક
૨૦ વર્ષ સેવા પદક ૯ વર્ષ સેવા પદક સંયુકત રાષ્ટ્રસંઘ પદક-સોમાલિયા સંયુકત રાષ્ટ્રસંઘ પદક-કોંગો

અશોક ચક્ર પ્રશસ્તિ પત્ર

[ફેરફાર કરો]

અશોક ચક્ર પુરસ્કારની પ્રકાશિત માહિતી:

જેસી-એનવાયએ-૯૦૮૮૭૦૫ નાયબ સુબેદાર ચુની લાલ, ૮મી જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી (મરણોત્તર)[]


નાયબ સુબેદાર ચુની લાલ જે ભદરવા, જ્મ્મુ અને કાશ્મીરના નિવાસી હતા તેમણે ૨૪ જૂન ૨૦૦૭ના રોજ કુપવાડા ખાતે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા અને તેમ કરતાં તેઓ શહીદ થયા. આ બહાદુર અફસરને બે વખત અગાઉ પણ વીરતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. એક વખત યુવા સૈનિક તરીકે ૧૯૮૭માં બાના ટોપ કબ્જે કરવા માએ અને ૧૯૯૯માં પુંચ વિસ્તારમાં ઘૂસણખોરીની કોશિષ નિષ્ફળ બનાવવા માટે.

વીર ચક્ર પુરસ્કાર પ્રશસ્તિપત્ર

[ફેરફાર કરો]

વીર ચક્રનું પ્રશસ્તિપત્ર આ મુજબ છે:

સરકારી આદેશપત્ર: ૧૨૯ પ્રેસ/૨૦૦૧, ૧૫.૦૮.૨૦૦૧, ઓપરેશન:-, પુરસ્કારની તારીખ: ૩૦ ઓગષ્ટ ૨૦૦૦


હવાલદાર ચુની લાલ જમ્મુ અને કાશ્મીરના પુંચ વિસ્તારના ડોડા ક્ષેત્રમાં ખાસ કાર્યવાહી કરનાર દળના ભાગરૂપે તૈનાત હતા. ૨૪ ઓગષ્ટ ૨૦૦૦ના રોજ પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ભારતીય સૈન્યની સરહદ પરની ચોકી પર કબ્જો કરવા હુમલો કર્યો. ૨૩/૨૪ની રાત દરમિયાન પાકિસ્તાને ભારતીય ચોકીઓ પર ગોળીબાર અને તોપમારો ચાલુ કર્યો. ભારે તોપમારા વચ્ચે ચુની લાલ અપ્રતિમ વીરતા બતાવતાં તેઓ તેમના સેક્શનના સૈનિકો જે બંકરોમાં તૈનાત હતા તેમની પાસે જઈ અને તેમને પ્રોત્સાહિત કર્યા. તેમણે મધ્યમ મશીનગન વડે હુમલો કરી રહેલ દુશ્મનોને નિશાન બનાવ્યા. મોખરે રહીને નેતૃત્વ સંભાળતાં દુશ્મનો સાથે બંકર અને ચોકીની આસપાસ ગુથ્થંગુથ્થાની લડાઈ લડી. બે દુશ્મનોને તેમણે પોતાના સંચાર બંકરમાં ઘૂસવામાં સફળ થતા જોયા અને તેઓ પોતાની સલામતીને અવગણી આગળ વધ્યા અને બંને દુશ્મનોને ઠાર માર્યા. તેનાથી આશ્ચર્યમાં મૂકાઈ અને દુશ્મનો પીછેહઠ કરવા મજબૂર બન્યા. આમ કરતાં તેઓ અનેક હથિયાર પાછળ છોડી જવા મજબૂર બન્યા. બાર દુશ્મન સૈનિકો મૃત્યુ પામ્યા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Famous Personalities of Bhadarwah - Shaheed Chuni Lal". Sanjeet Rakwal. મેળવેલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૧.
  2. "twice decorated soldier dies fighting militants". DNA India. મેળવેલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૧.
  3. http://pib.nic.in/newsite/erelease.aspx?relid=29881
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy