લખાણ પર જાઓ

ઝેર

વિકિપીડિયામાંથી
ઇયુ (EU)નો માનક ઝેરનું પ્રતીક, તેને 67/548/EEC હુકમથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. ખોપડી અને ક્રોસમાં હાડકાઓ તે ઝેર માટે એક માનક પ્રતીક બની ગયા છે.

જીવવિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો, ઝેર એવા પદાર્થો છે જેના કારણે શરીરતંત્રમાં ખામી સર્જાઇ શકે, જ્યારે જીવતંત્ર[] દ્વારા ચોક્કસ માત્રામાં તેને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે, અણુમાં રાસાયણિક પ્રતિક્રિયાના કારણે કે અન્ય ક્રિયાઓના કારણે જીવતંત્રોમાં ખામી સર્જાય છે. કાયદાકીય રીતે, જોખમી રાસાયણોને, જોખમી રસાયણ અને પ્રમાણમાં ઓછાં ઝેરી રસાયણોને "હાનિકારક" કે "દાહક" એવી શ્રેણીમાં મુકવામાં આવે છે, અથવા તો કોઇ પણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં નથી આવતા. ઔષધ વિજ્ઞાનમાં (ખાસ કરીને પશુચિકિત્સા) તથા પ્રાણીશાસ્ત્રમાં ઝેરને જૈવિક વિષ અને સાંપના ઝેરથી વર્ગીકૃત કરવામાં આવે છે. જૈવિક વિષ એક એવું ઝેર છે જે પ્રકૃતિમાં કેટલાક જૈવ કાર્યોથી ઉત્પન્ન થાય છે, અને સાંપના ઝેરને મોટાભાગે જૈવિક વિષ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે બચકાં કે ડંખ દ્વારા શરીરમાં નાંખવાથી તેની અસર બતાવે છે, જ્યારે અન્ય ઝેરોને વિશિષ્ટ પદાર્થો તરીકે વ્યાખ્યાયિત કરાય છે, જે શરીરના બાહ્ય સ્તર જેવા કે ચામડી કે આંતરડા દ્વારા શોષવામાં આવે છે.

પરિભાષા

[ફેરફાર કરો]

કેટલાક ઝેર પણ જૈવિક વિષ હોય છે, મોટેભાગે કુદરતી રીતે પેદા થતા પદાર્થના સંદર્ભમાં, જેમકે, બેક્ટેરિયલ પ્રોટિન, જેને કારણે, ઘનુર અને બોટુલિઝ્મ થાય છે. કેટલીક વખત વૈજ્ઞાનિકો દ્વારા પણ આ બંને વચ્ચેનો ભેદ કરવામાં નથી આવતો. પ્રાણીના બચકાં અથવા ડંખ થકી શરીરમાં પ્રવેશતા ઝેરને પણ સાંપનું ઝેર જ કહેવાય છે. સામાન્ય રીતે, જ્યારે ઝેરને ગ્રહણ કરવામાં આવે ત્યારે તે જીવતંત્રમાં ઝેરી અસર ઉત્પન્ન કરે છે. પણ પ્રાણીઓ આ ઝેરનો ઉપયોગ પોતાના બચાવ માટે કરે છે અને આ ઝેર તેમના જીવનકાળ સુધી તેમના શરીરમાં રહે છે. એક જીવતંત્રમાં વિષ અને ઝેરી પદાર્થો તેમ બંન્ને સાથે હોઇ શકે છે. વ્યુત્પન્ન સ્વરૂપે "જૈવિક વિષ" અને "ઝેરી" પદાર્થો સમાન છે.

રસાયણશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્રમાં, ઝેર એવો પદાર્થ છે કે, જે પ્રતિક્રિયા રોકે છે અથવા તો તેમાં અડચળ ઊભી કરે છે. ઉદ્વિપકો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિષશાસ્ત્રના જનક, પેરાસેલસસે એક વખત લખ્યું હતું કે: "બધું ઝેર છે તથા દરેકમાં ઝેર છે. ખાલી તેની માત્રા જ તે ઝેર છે કે નહીં તે નક્કી કરે છે." રોજીંદી બોલચાલની ભાષામાં હાનિકારક પદાર્થને ઝેર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને, કરોસીવ(સડો કરતા) પદાર્થો, કાર્સીનોજન (કેન્સર પેદા કરતા પદાર્થો), મ્યૂટજનો, ટરાટોજીનો, હાનિકારક પ્રદુષકો તથા રસાયણોની હાનિકારક અસરને દર્શાવવા માટે 'ઝેર' શબ્દનો ઉપયોગ થાય છે. ઝેરની કાયદા પ્રમાણેની વ્યાખ્યા ચોક્કસ છે. કાયદાની દ્રષ્ટિએ "ઝેરી" ન હોય તેવા પદાર્થો પણ આરોગ્યની દ્રષ્ટિએ ઝેરી અસર ઊભી કરી શકે છે.

ઝેરના ઉપયોગ

[ફેરફાર કરો]
જેન મટેક્જોની રચના "પોઇજનીંગ ઓફ ક્વીન બોના".

માનવ ઇતિહાસમાં ખૂન કરવા, હત્યા, આત્મહત્યા અને મોતની સજા આપવાના હેતુથી ઝેરનો ઉપયોગ થતો રહ્યો છે.[][] પ્રાચીન એથેન્સવાસીઓ દ્વારા ઝેર આપીને મોતની સજા આપવામાં આવતી હતી (જુઓ સોક્રોટિસ), કાર્બન મોનોક્સાઇડ કે હાઇડ્રોજન સાઇનાઇડ જેવા ઝેરને શ્વાસમાં દાખલ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, (જુઓ ગેસ ચેમ્બર) અથવા શરીરમાં ઝેર દાખલ કરીને હત્યાઓ કરવામાં આવતી હોય છે (જુઓ પ્રાણધાતક અતં:ક્ષેપન). અનેક ભાષાઓમાં સંબંધિત શબ્દોના ઉપયોગ દ્વારા દૂરથી શરીરમાં ઝેરી પદાર્થ દાખલ કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઝેરની ઘાતક અસરને કથિત જાદુઇ શક્તિઓ સાથે જોડી શકાય. જેમકે, ચીનનું ગુ ઝેર. યુદ્ધ વખતના ગનપાઉડરમાં પણ ઝેરને નાંખવામાં આવતું હતું. 14મી સદીમાં જીઓ યુ દ્વારા ચાઇનિઝ ભાષામાં લખવામાં આવેલા, હુઓલોંગઝીંગ માં કાળા લોઢાના ગ્રેનેડ બોમ્બમાં ગનપાઉડરની સાથે ઝેરી પદર્થોના ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે.[]

જોકે, સંપૂર્ણ રીતે જોતા આપણે એમ કહી શકીએ કે, સામાન્ય રીતે ઝેરનો ઉપયોગ તેના ઝેરી તત્વ સિવાયના બીજા ઉપયોગો માટે પણ કરવામાં આવે છે. ઝેરી તત્વનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો તે જીવલેણ ન હોય તેવા કાર્યોમાં મદદરૂપ થઇ શકે છે: મુખ્યત્વે કિટકો તથા નિંદણના નિયંત્રણ માટે, સફાઇ તથા બાંધકામના સામાન અને ખાદ્યપદાર્થોની જાળવણી માટે આવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક એવા ઉદ્દિપકો છે જે માનવ શરીર માટે પ્રમાણમાં ઓછાં ઝેર છે, તેનો ઉપયોગ ઉપરોક્ત કાર્યો માટે કરવામાં આવે છે. જોકે, ફોસફીન જેવા કેટલાક અપવાદોનો પણ ઉપયોગ કરવામા આવે છે.

ઉદ્દિપકોની હાનિકારક અસરને બાદ કરતા તેના ભૌતિક અને રાસાયણિક લક્ષણોના કારણે પણ તેનો ઉપયોગ થાય છે. એસ્પ્રીન અને ટેલનોલ સહેલાઇથી મળી રહેતી દવાઓ છે. પરંતુ, જો મોટી માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે હાનિકારક નિવડી શકે છે. જો બહુ ટૂંકાગાળામાં મોટાપાયા પર દારૂને લેવામાં આવે તો તે પણ હાનિકારક છે. જ્યારે પ્રયોગશાળામાં રાસાયણિક સમન્વયના ઉપયોગ માટે ખાસ રાસાયણિક માલિકીના મોટાભાગની જરૂરી, સૌથી અસરકારક, સહેલા, સલામત કે સસ્તો વિકલ્પ કેટલીક વાર ઝેરી દ્રવ્ય પણ હોઇ શકે. જો જૈવિક વિષાયુક્ત પદાર્થ ઇચ્છિત તમામ લાક્ષણિકતા ધરાવતો હોય, તો તે બિનહાનિકારક પદાર્થ કરતા ચડિયાતો છે. ક્રોમિક એસિડએ સહેલાઇથી ઉપયોગમાં લઇ શકાય તેવા ઉદ્દિપકનું ઉદાહરણ છે. આમ છતાં, ચોક્કસ સંજોગોમાં પ્રતિક્રિયા પણ અગત્યની બાબત છે. ઉદાહરણ માટે, હાઇડ્રોજન ફ્લોરાઇડ (એચએફ (HF)) હાનિકારક પણ છે અને સડો પણ ઉત્પન્ન કરનાર છે. જોકે, તે સિલિકોન પ્રત્યે ભારે આકર્ષણ (નિશુક્લ: ઊર્જા) ધરાવે છે. હાઇડ્રોજન ફ્લોરાઇડનો ઉપયોગ કરીને સિલિકોન મેળવવામાં આવે છે. કાચ પર ભાત ઉત્પન્ન કરવા માટે કે, સિલિકોનની અર્ધવાહક ચિપ્સના નિર્માણ માટે એચએફ (HF)નો ઉપયોગ કરવામાં આવે છે.

બીજી બાજુ, કેટલીક તબીબી સારવાર દરમિયાન હેતુપૂર્વક ચોક્કસ પદાર્થોના જૈવિક વિષ તત્વનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક જીવાણુનાશકો (શરૂઆતમાં તેને જીવતંત્રમાંથી મેળવવામાં આવતા હતા. હવે, પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે તેનું ઉત્પાદન કરવામાં આવે છે) માનવ શરીર ઉપર સીધી અસર કર્યા વગર જૈવરાસાયણિક પ્રક્રિયા દ્વારા સૂક્ષ્મ-જીવતંત્રનો નાશ કરે છે. આવી જ રીતે, કીમોથેરપી (કેન્સરની સારવાર) હાનિકારક છે. તે એન્ટીબાયોટિક્સ કરતા પણ વધુ ગંભીર આડઅસરો ધરાવે છે, પણ તેની વિપરીત અસરને નિયંત્રિત કરવી શક્ય નથી. માનવ શરીર કરતા કેન્સરના કોષો માટે તે વધુ હાનિકારક હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરોક્ત વ્યાખ્યા મુજબ આવા પદાર્થોને ઝેર તરીકે વર્ગીકૃત કરી શકાય, તે પ્રાકૃતિક રીતે કૃત્રિમ છે, પણ તે રીતે મોટેભાગે તેને તપાસવામાં નથી આવ્યા.

જૈવિક ઝેર

[ફેરફાર કરો]

કોઇ પ્રસંગે કે ટૂંકા ગાળા દરમિયાન ઝેરના બહાર પડવાને ભેદક ઝેર કહે છે. અને તેની જોડે નજીકના સંબંધના કારણે તેના લક્ષણો પણ વિકસિત થઇ શકે છે. માળખાગત ઝેરીની અસર માટે ઝેરનું પીવું કે શોષાવું જરૂરી છે. લાય જેવા પદાર્થો જેને શોષી નથી શકતા પણ તે ટીસ્યૂને ખતમ કરી દે છે, તેને ઝેરી કહેવાને બદલે કોરોસીવ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એક ઝેર ખુલ્લુ પડતા લાંબા સમયની ઝેરી માંદગી જે ફરી કે વારંવાર થાય છે, જેના લક્ષણો તાત્કાલિક નથી દેખાતા કે પછી જેટલીવાર તે ખુલ્લુ રહે છે ત્યારબાદ તે લક્ષણો જોવા મળે છે. તેમાં દર્દી વારંવાર બીમાર પડે છે, કે પછી લાંબાં સમય સુધી ગુપ્ત રીતે બીમાર રહે છે. મોટેભાગે ઝેરી અસરવાળી બીમાર બાયોએક્યૂમ્યુલેટ (જેમ કે પારો કે સીસા) જેવા ઝેરના સંપર્કમાં આવવાથી થાય છે.

ઝેરના સંપર્કમાં આવતા કે તેને પીવાથી તાત્કાલીક મૃત્યુ કે શરીરને ઇજા પહોંચી શકે છે. મજ્જાતંતુઓના માળખા પર અસર કરતા ઉદ્દિપકો એક સેકેન્ડ કે તે કરતા ઓછા સમયમાં પણ લકવો લાગવા માટે કારણભૂત બની શકે છે, અને જેમાં યુદ્ધ કે ઉદ્યોગ માટેનો સેન્દ્રિય પદાર્થ વખતે ન્યૂરોટોક્સીન અને નર્વ ગેસોને જૈવિક રીતે ઉત્પન્ન કરીને બનાવેલા ગેસ દ્વારા પણ આમ થઇ શકે છે. ગેસ ચેમ્બરમાં દેહાતદંડની એક પદ્ધતિ તરીકે સાઇનાઇડને ગળવા કે શ્વાસમાં લેવામાં આવે છે, જેનાથી લગભગ તાત્કાલિક જે એટીપી (ATP) બનાવતા મિટોકેન્દ્રિયામાં એન્જાઇમના અટકી જવાથી શરીરમાં ઊર્જાની તીવ્ર તંગી અનુભવાય છે. સંયુક્ત રાષ્ટ્રોના કેટલાક ભાગમાં કેદીને દેહાતદંડ માટે અપ્રાકૃતિક રીતે ઊંચી એકાગ્રતાવાળા પોટાશિયમ ક્લોરાઇડનું નસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે, તેનાથી સ્નાયુ સંકોચ માટે જરૂરી કોષ સંભાવના નીકળી જતા હૃદય ઝડપથી બંધ થઇ જાય છે.


ધણા હર્બિસાઇડો, જેમાં જંતુનાશકો પણ સમાવિષ્ટ છે, તેની રચના ખાસ જીવતંત્ર માટે ઝેર તરીકે કામ કરવા માટે થઇ હોય છે, પણ તે ધણીવાર નક્કી ન કરેલા જીવતંત્ર પર પણ ભાગ્યે જોવા મળતી લાંબી માંદગીનું ઝેર ઉત્પન્ન કરતી હોય છે, જેમાં મનુષ્યો જે બોયોસીડ અને અન્ય લાભદાયક જીવતંત્રો લગાવે છે તેનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ માટે, હર્બિસાઇડ 2,4-ડી (D) છોડના હોર્મોનની ક્રિયાનું અનુકરણ કરે છે, જે ખાસ છોડ પર ધાતક ઝેરી અસર કરી છે. જોકે, 2,4-ડી (D) ઝેર નથી, પણ તેને હાનિકારક (ઇયુ (EU)) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ટેક્સીકેશન દ્વારા પરોક્ષ રીતે કેટલાક ઘટકોને ઝેર તરીકે ગણવામાં આવે છે. ઉદાહરણ માટે "લાકડાનો દારૂ" કે મેથનોલ, જે પોતે ઝેરી નથી, પણ યકૃતમાં તે રાસાયણિકરીતે તે ફોર્માલ્ડાહયેડ અને ફોર્મિક એસિડને ઝેરમાં બદલી દે છે. કેટલાક ડ્રગ અણુઓ યકૃતમાં ઝેર બનાવે છે, કેટલાક યકૃત એન્ઝાયમીનની જનીની અસ્થિરતા સંયુક્તરીતે ઝેર બનાવે છે, જે પ્રત્યેક વ્યક્તિઓએ અલગ અલગ હોય છે. વિષવિજ્ઞાન તરીકે ઓળખાતા જૈવિક ઝેરમાં, તેના લક્ષણો, રચનાઓ, સારવાર અને નિદાન અંગે અભ્યાસ કરવામાં આવે છે. કિરણોત્સર્ગી પદાર્થોને ખુલ્લા કરતા તે કિરણોત્સર્ગી ઝેરનું ઉત્પાદન કરી શકે છે, જો કે તે ભાગ્યે જ બનતી ઘટના છે.

ઝેરી પદાર્થોનું નિયંત્રણ કરવું

[ફેરફાર કરો]

ઝેર નિયંત્રણ કેન્દ્રો (અમેરિકામાં 1-800-222-1222 ઉપર તેનો સંપર્ક સાંધી શકાય છે)વિશ્વભરમાં) ઝેર તથા હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવવાના સંજોગોમાં તે ફોન ઉપર તાત્કાલિક, મફત અને નિષ્ણાત સલાહ મળે છે.

પ્રાથમિક નિયંત્રણ

[ફેરફાર કરો]
  • દરેક પ્રકારના ઝેરના કિસ્સાઓમાં પ્રાથમિક નિયંત્રણમાં એ વાતનું ધ્યાન રખાય છે કે, કાર્ડિયોપલ્મોનરી કાર્ય કરે છે કે નહીં. ઉપરાંત મૂર્છા, આઘાત અને દુ:ખાવા જેવા લક્ષણોની સારવાર કરાય છે.
  • શરીરમાં પ્રવેશેલા ઝેરની (જેમકે, ઝેરી પ્રાણીઓના ડંખ દ્વારા) સારવાર કરવા માટે, અસરગ્રસ્ત ભાગના ફરતે કસીને પટ્ટી બાંધી દેવી જોઇએ. અસરગ્રસ્ત ભાગને ગરમ (50 °C તાપમાનના) પાણીમાં પલાળવો જોઇએ. કસીને પટ્ટી બાંધવાથી ઝેર સમગ્ર શરીરમાં ફેલાતું અટકે છે અને ગરમ પાણી ઝેરને તોડી પાડે છે. જ્યારે પ્રોટિન નિર્મિત ઝેર શરીરમાં પ્રવેશે ત્યારે જ આ સારવાર ઉપયોગી નિવડે છે.[]

ઝેરને બહાર કઢાવું

[ફેરફાર કરો]
  • જો બહુ ટૂંકા સમય પહેલા જૈવિક વિષ શરીરમાં પ્રવેશ્યું હોય અથવા તેનું સેવન કરવામાં આવ્યું હોય તો તેને જઠરમાંથી બહાર કાઢીને ઝેરની અસરને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોલસાને સક્રિય કરી (એક્ટીવેટેડ ચારકોલ), હોજરીમાં પાણી નાંખી (ગેસ્ટીક લાવેજ), આખા આંતરડાનું ઇરિગેશનને (વોલ બાવેલ ઇરિગેશન), નાક દ્વારા ઝેર બહાર (નેઝોગેસ્ટીક એસ્પીરેશન) કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. સામાન્ય ઉપયોગમાં આવતી ઉલ્ટી કરાવનારી દવા (આઇપીકાક સિરપ) કે રેચકનો ઉપયોગ ન કરવો જોઇએ.
    • કોલસાને સક્રિય (એક્ટીવેટેડ ચારકોલ) કરવાની પદ્ધતિ ઝેરને શોષવા માટેની એક પ્રક્રિયા છે. આ પદ્ધતિ દર્દી જ્યારે ઇમર્જન્સી રૂમમાં કે તાલિમબદ્ધ ઇએમટી (EMT) કે પેરામેડિક લોકોની દેખરેખમાં થાય છે, જોકે, સોડિયમ, પોટેસિયમ, લિથિયમ જેવા ધાતુઓ સામે અને દારૂ અને ગ્લાયકોલ સામે કોલસો બિનઅસરકારક નિવડે છે; એસિડ અને આલ્કલી જેવા સડો કરતા રસાયણોના ગળી જવાની ઘટનામાં કોલસાનો ઉપયોગ ન કરવો જોઇએ.[]
    • દર્દીને મોટી માત્રામાં પોલિએથલીન ગ્લાયકોલના મિશ્રણને નાખીને આખા આંતરડાનું ઇરિગેશન (વોલ બાવેલ ઇરિગેશન) કરી આંતરડાને સાફ કરવામાં આવે છે. પોલિથીલીન ગ્લાયકોલનું દ્રાવણ શરીર દ્વારા શોષાતું નથી. છતાં તે જઠર અને આંતરડાના માર્ગને સાફ કરે છે. સક્રીય કોલસા દ્વારા શોષી ના શકાતા જૈવિક વિષોને નીકાળવા માટે (ઉદાહરણ તરીકે લીથીયમ, લોઢા), અને મોટા પાયે પેટમાં ડ્રગને છુપાવીને લઇ જવાની ઘટનામાં તેને બહાર નીકાળવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે (બોડી પેકીંગ કે દાણચોરી).[]
    • હોજરીને સાફ (ગેસ્ટીક લાવેજ) કરવાની પદ્ધતિ સામાન્ય રીતે સ્ટમક પમ્પ તરીકે ઓળખાય છે. પેટમાં નળીને દાખલ કરવામાં આવે છે ત્યારબાદ પાણી કે મીઠાવાળા પાણીને પેટમાં દાખલ કરાય છે. ત્યારબાદ પ્રવાહી અને પેટમાં રહેલા પદાર્થોને કાઢી નાખવામાં આવે છે. ઝેરની અસર હેઠળના દર્દીની સારવાર માટે આ પદ્ધતિ બહુ વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જોકે, આ પ્રક્રિયાનુ તાજેતરનું નિરીક્ષણ એમ સૂચવે છે કે ઝેર માટે, તે કોઇ ખાસ લાભકારક નથી.[] આમ છતા, કેટલીક વાર ઝેરી પદાર્થ શરીરમાં પ્રવેશે તેના એક કલાકની અંદર અથવા તો ઝેરના કારણે જીવનું જોખમ હોય ત્યારે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે.
    • નેઝોગેસ્ટીક એસ્પીરેશન એટલે કે નાસિકા દ્વારા વિષાયુક્ત પદાર્થોને બહાર કાઢવાની પ્રક્રિયામાં નાકના માર્ગે નળીને પેટમાં દાખલ કરવામાં આવે છે. પેટમાં રહેલા પદાર્થને શોષીને બહાર કાઢવામાં આવે છે. મુખ્યત્વે પ્રવાહી ગળી જવાની ઘટનામાં, જ્યારે સક્રીય કોલાસો બિનઅસરકારક રહે ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરાય છે, ઉદાહરણ માટે, ઇથલીન ગ્લાયકોલ ઝેર.
    • ઝેરની અસર હેઠળના સંજોગોમાં ઉલ્ટી કરાવનારી દવા આપવી ન જોઇએ. કારણકે, ઝેરને બહાર કાઢવામાં ઉલ્ટીએ બિનઅસરકારક ઉપાય છે.[]
    • જઠર અને આંતરડાના માર્ગમાંથી ઝેરની વધેલી માત્રાને નીકાળવા માટે રેચકોને ઉપયોગ કરવો આવશ્યક છે. ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે બે પ્રકારના રેચકો દર્દીઓને આપવામાં આવે છે; ક્ષારવાળા રેચકો (સોડિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સાઇટ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ) અને સેકહરાઇડ રેચકો (સોરબીટોલ). જોકે, તેનાથી દર્દીની હાલતમાં ખાસ ફેર પડતો ન હોવાથી, તેને ભલામણ નથી કરવામાં આવતી.[૧૦]

વિષમારણો

[ફેરફાર કરો]

કેટલાક ઝેરમાં ખાસ વિષમારણો હોય છે:

ઝેર/ડ્રગ વિષમારણ
પેરાસિટામોલ (એસેટામેનોફીન) એન (N)-અસીટોસેસ્ટીઇન
વિટામિન કે

એન્ટીકોલાગ્યુલેન્ટઓ, ઉદાહરણ માટે વોરફરીન

વિટામિન કે
ઓપીઓઇડ નેલોક્શન
આઇરન (અન્ય ભારે ધાતુઓ) ડેફેરીઓક્શન,

ડેફેરસીરોક્ષ કે ડેફેરીપ્રોન

બેન્ઝોડાઇડેપાઇન ફ્લુમેઝનીલ
એથલીન ગ્લાયકોલ ઇથેનોલ કે ફ્રોમેપીઝોલ, અને થાઇમીન
મેથનોલ ઇથેનોલ કે ફ્રોમેપીઝોલ, અને ફોલીનીક એસિડ
સાઇનાઇડ એમીલ નાઇટ્રાટ,

સોડિયમ નાઇટ્રેડ અને સોડિયમ થીયોસોફેટ

ઓગનોફોસ્ફેટ એટ્રોપીન અને પ્રાલેડોક્સીમ
મેગ્નીશિયમ કેલ્શિયમ ગ્લુકોનેટ
કેલ્શિયમ ચેનલ બ્લોકર્સો (વેરાપામીલ, ડેલ્ટાયઝીમ) કેલ્શિયમ ગ્લુકોનેટ
બેટા-બ્લોકર્સ (પ્રોપેનલોન, સોટનલ) કેલ્શિયમ ગ્લુકોનેટ અને/કે ગ્લુકોગન
આઇસોનિયાજીડ પેરીડોસીન
એટ્રોપીન ફાઇસોસ્ટીગમીન
થાલિયમ પ્રશિયા બલ્યુ
હાઇડ્રોફ્લોરીન એસિડ કેલ્શિયમ ગ્લુકોનેટ

તીવ્ર વિસર્જન

[ફેરફાર કરો]

કેટલીક ઘટનાઓમાં ઝેરને ઝડપથી નીકાળવા માટે મૂત્રવૃદ્ઘિ, લોહી શુદ્ધિની પ્રક્રિયા, હેમોપર્ફ્યુજન, હાઇપરબેરિક દવા, આંત્રવેષ્ટન શુદ્ધિની પ્રક્રિયા, લોહીની બદલી કે ચીલેશનનો ઉપયોગ કરવામાં આવે છે.

આગળની પ્રક્રિયા

[ફેરફાર કરો]

ઝેરની વધુ માત્રાના સંચાલન માટે દર્દીને સહાયક સંભાળ પૂરી પાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ઝેર કરતા લક્ષણોને સંભાળ લેવી.

રોગશાસ્ત્ર

[ફેરફાર કરો]
2004માં 100,000 રહેવાસીઓને ઝેર આપવાથી તેમના જીવનમાં થયેલ અસમર્થતા અને મેળ બેસાડવો.[૧૧][19][20][21][22][23][24][25][26][27][28][29][30][31]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • ઝેરી વસ્તુઓની સૂચિ
  • ઝેરી છોડની સૂચિ
  • ઝેરના પ્રકારોની સૂચિ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ઢાંચો:DorlandsDict
  2. કયટીલ્ય સજેસ્ટીંગ એમ્પલોયીંગ મીન્સ સચ એજ સેડક્શન, સિક્રેટ યુઝ ઓફ વેપન્સ, પોઇસન ઇટીસી. સી.ડી. ચારમોલ, કુટીલ્યા અર્થશાસ્ત્ર એન્ડ ધ સાયન્સ ઓફ મેનેજમેન્ટ રીવિલ ફોર ધ કોન્ટેમપરરી સોસાયટી, પ. 40. આઇએસબીએન 0803959125.
  3. કયટીલ્ય અર્જ ડિટેલ પેક્યુલેશન અગેન એસોસિયેશન-ટેસ્ટર ફોર ફૂડ, એલાબરોટ વેય્ઝ ટુ ડિટેક્ટ પોઇજન. "મોડરેટ મચીવલી? કોન્ટ્રાસ્ટીંગ ધ પ્રિન્સ વીથ ધ અર્થશાસ્ત્ર ઓફ કોટીલ્યા". ક્રિટિકલ હોરાઇજન, વોલ. 3, નંબર 9 સપ્ટેમ્બર 2009 બ્રિલ્લ એકેડમીક પબ્લિકેશન. આઇએસએસએન 1440-9917 (મુદ્રણ) 1568-5160 (ઓનલાઇન). ડીઓએલ: 10.1163/156851602760586671.
  4. નેધમ, જોસેફ (1986). સાયન્સ એન્ડ સીવિલાઇજેશન ઇન ચાઇના: વોલ્યુમ 5, ભાગ 7. તાઇપાઇ: કેવ્સ બુક્સ, લિમેટેડ. પેજ 180
  5. કમ્પલીટ ડીવાઇન મેન્યુઅલ બાય જેક જેકસન
  6. Chyka PA, Seger D, Krenzelok EP, Vale JA (2005). "Position paper: Single-dose activated charcoal". Clin Toxicol (Phila). 43 (2): 61–87. PMID 15822758.CS1 maint: multiple names: authors list (link)
  7. "Position paper: whole bowel irrigation". J Toxicol Clin Toxicol. 42 (6): 843–54. 2004. doi:10.1081/CLT-200035932. PMID 15533024.
  8. Vale JA, Kulig K; American Academy of Clinical Toxicology; European Association of Poisons Centres and Clinical Toxicologists. (2004). "Position paper: gastric lavage". J Toxicol Clin Toxicol. 42 (7): 933–43. doi:10.1081/CLT-200045006. PMID 15641639.CS1 maint: multiple names: authors list (link)
  9. American Academy of Clinical Toxicology; European Association of Poisons Centres Clinical Toxicologists (2004). "Position paper: Ipecac syrup". J Toxicol Clin Toxicol. 42 (2): 133–43. doi:10.1081/CLT-120037421. PMID 15214617.CS1 maint: multiple names: authors list (link)
  10. Toxicology, American Academy of Clinical (2004). "Position paper: cathartics". J Toxicol Clin Toxicol. 42 (3): 243–53. doi:10.1081/CLT-120039801. PMID 15362590.
  11. [18]

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy