લખાણ પર જાઓ

દિપડો

વિકિપીડિયામાંથી
દિપડો
ભારતીય દિપડો
સ્થાનિક નામદિપડો, 'ખડે' (ડાંગમાં)
અંગ્રેજી નામLeopard કે Panther
વૈજ્ઞાનિક નામPanthera pardus
આયુષ્ય૧૫ વર્ષ
લંબાઇ૨૦૦ થી ૨૨૦ સેમી.
ઉંચાઇ૭૫ સેમી.
વજનનર: ૫૦ થી ૯૦ કિલો
માદા: ૩૫ થી ૭૦ કિલો
સંવનનકાળવર્ષનો કોઇપણ સમય.
ગર્ભકાળ૩ માસ, ૨ બચ્ચા.
પુખ્તતાનર : ૩.૫ વર્ષ, માદા : ૩ વર્ષ
દેખાવસોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ગોળાકાર પોલાં ટપકાં.
ખોરાકબધાજ પ્રકારનાં તૃણાહારી પ્રાણીઓ,વાંદરાં,હરણ,પક્ષીઓ,સરીસૃપો અને જીવડાંઓ પણ.
વ્યાપગુજરાતનાં રણ સિવાયનાં તમામ વિસ્તારોમાં
રહેણાંકપાંખા જંગલો, ઝાડી, વીડી, વગડો, પહાડી પથરાળ વિસ્તાર
ઉપસ્થિતિ ના ચિન્હોપગલાંથી ચોક્કસ ઓળખી શકાય છે. ઝાડનાં થડ પર નખ ઘસવાનાં નિશાન તથા ઝાડ પર ખાધેલું મારણ લટકતું જોવા મળ્યે પણ ઉપસ્થીતિ જાણી શકાય છે. શિકાર કરેલ પ્રાણીનાં ગળા પર દાંતનાં નિશાન પણ ગળાનું હાડકું સાજું હોય તો પણ દિપડાનું મારણ તરીકે ઓળખી શકાય, દિપડો ગામ નજીક આવે ત્યારે કુતરાઓનાં ભસવાનાં અવાજથી અને દિપડાની ગર્જનાથી પણ ઓળખી શકાય.
ગુજરાતમાં વસ્તી૧૦૩૮ (૨૦૦૨), ભારતમાં અંદાજે ૧૦,૦૦૦.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૬ ના આધારે અપાયેલ છે.

દિપડો, એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરિયાથી દક્ષિણ આફ્રિકા સુધી, જોવા મળતો હતો. પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં થોડા વિસ્તારમાં ભારત, પાકિસ્તાન, હિંદી ચીન, મલેશિયા અને ચીનમાં જોવા મળે છે.

દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી ચિત્તાને મળતું આવે છે.

વર્તણૂક

[ફેરફાર કરો]

દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy