લખાણ પર જાઓ

દુબઇ

વિકિપીડિયામાંથી
દુબઇ

دبي
દુબઇ
Flag
દુબઇનું રાજચિહ્ન
Coat of arms
સ્થાપકઉબૈદ્ બિન સઈદ અને મક્તુમ બિન સઈદ બુટ્ટી અલ મખ્તુમ
Subdivisions
Towns & villages
સરકાર
 • પ્રકારરાજાશાહી
 • ડિરેક્ટર જનરલ ઓફ દુબઈ મ્યુનિસિપાલીટીદાઉદ અલ હજીરી
વિસ્તાર
 • મેટ્રોપોલીસ૪,૧૧૪ km2 (૧૫૮૮ sq mi)
વસ્તી
 (Q3 2019)[]
 • મેટ્રોપોલીસ૩૩,૩૧,૪૨૦
 • મેટ્રો વિસ્તાર
~૪૦,૦૦,૦૦૦
ઓળખદુબઇયન
સમય વિસ્તારUTC+04:00 (UAE Standard Time)
Nominal GDP2018 estimate
TotalUSD$102.67 billion[]
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ
દુબઇ - પામ્ ઝુમેરાહ અને દુબઈ મરીના

દુબઈ એ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે અને દુબઈ અમીરાતની રાજધાની છે, જે 7 રાજાશાહીઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે જે સંયુક્ત આરબ અમીરાતની રચના કરે છે. 18મી સદીમાં એક નાનકડા માછીમારી ગામ તરીકે સ્થપાયેલ આ શહેર 21મી સદીની શરૂઆતમાં પર્યટન અને લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપથી વિકસ્યું, જે વિશ્વ માં સૌથી વધારે ફાઈવ - સ્ટાર હોટેલો ધરાવતું બીજા નંબર નું શહેર છે,  બુર્જ ખલીફા જે અડધા માઈલથી વધુ ઊંચી છે અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

અઢારમી સદીનાં અંત સુધી દુબઇ એક માછીમારોનુ ગામડું હતું અને ૧૮૨૦માં દુબઇ અને તેની પાસેની અમિરાતોએ બ્રિટન સાથે સંરક્ષણ કરાર કરીને તેમના સંરક્ષણની જવાબદારી બ્રિટનને સોપી હતી અને તેનો વહિવટ બ્રિટિશરો દ્વારા ચાલતો હતો. વિસમી સદીની શરુઆતમાં દુબઇ મોતીના વ્યાપારના એક અગત્યના કેન્દ્ર તરીકે વિકાશ પામેલ હતું. પહેલા વિશ્વયુદ્ધના અંત અને કલ્ચર્ડ મોતીની શોધ બાદ દુબઇ મોટી મંદીમાં આવી ગયુ હતુ અને તેનો વિકાસ રોકાઇ ગયો હતો. ૧૯૫૮ની સાલમાં દુબઇના શેખ રશીદ અલ્ મખ્તુમે દુબઇ શહેરના વિકાસ માટે રસ્તા, હોટેલો, ટેલીફોન અને જેબલ અલી બંદર જેવી માળખાકીય સેવાઓની શરુઆત કરી હતી. આ સમયગાળા દરમ્યાન દુબઇ સોનાના અધિકૃત અને બિનઅધિકૃત વ્યાપારનું મોટુ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યુ હતું. ૧૯૬૬ની સાલમાં દુબઇમાં ખનીજ તેલ મળી આવતા શહેરનો વિકાસ ઝડપભેર થવા માંડ્યો હતો. આજ સમયગાળામાં જેબલ અલી ફ્રી ટ્રેડ ઝોન અને પોર્ટ રશીદ બંદરનો પણ ખુબ વિકાસ થયો હતો. ૧૯૭૧ દુબઇ તેની પાડોશની અન્ય અમીરાતો સાથે મળીને સ્ંયુક્ત આરબ અમીરાતની રચના બાદ તેનો એક ભાગ બન્યુ હતું. સિત્તેરના દાયકા બાદ મધ્ય-પુર્વના અન્ય દેશોની રાજકીય દેશોની અશાંતિને કારણે પડોશના અન્ય દેશો લેબેનોન, બહેરીન અને કુવૈતના નાગરીકોએ પોતાનો વ્યવસાય અહીં ખસેડ્યો હતો.

દુબઇ પર્શિયન અખાતને કાંઠે અરબ સાગર પાસે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલુ છે. તેની દક્ષિણે અબુધાબી અને ઉત્તર-પુર્વમાં શારજાહની અમીરાતો આવેલ છે. દુબઈનો મોટાભાગનો પ્રદેશ અરેબીયન રણનો બનેલો છે. દુબઇની આબોહવા સુકી અને ગરમ રણ પ્રદેશ પ્રકારની હોય છે. દિવસ દરમ્યાન તાપમાન ખુબજ ઉંચુ અને રાત્રે ઠંડુ હોય છે વરસ દરમ્યાન અતી અલ્પમાત્રામાં વરસાદ વરસે છે. ઉનાળામાં તાપમાન ૪૦ ડિગ્રી જેટલુ ઉંચુ રહેતુ હોય છે.

વસ્તીવિષયક

[ફેરફાર કરો]

૨૦૧૯ની વસ્તી ગણત્રી અનુસાર ૩૩,૩૧,૪૨૦ જેટલી છે. વસ્તીના ૧૫% જેટલા જ લોકો દેશનાં મૂળ નિવાસી સ્થાનીક અમીરાતી લોકોની છે જ્યારે બાકીની પ્રજાઓ ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી અને ફિલિપિનો જેવા અન્ય એશિયાઇ મૂળના લોકોની છે. અરેબીક એ દુબઇની સત્તાવાર ભાષા છે અને અંગ્રેજી દ્વિતિય ભાષાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત હિંદી- ઉર્દુ, મલયાલમ જેવી અન્ય ભાષાઓ વ્યાપક પ્રમાણમાં ચલણ ધરાવે છે. ઇસ્લામ અહીંનો સત્તાવાર રાજ્યધર્મ છે પરંતુ અન્ય લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે.

અર્થતંત્ર

[ફેરફાર કરો]

દુબઇનું અર્થતંત્ર ૧૯૯૦ સુધી ખનિજતેલ અને ગેસ આધારીત હતુ ત્યારબાદ તેનો ફાળો ઘટતો ગયો હતો. હાલમાં મુક્ત વ્યાપાર અને પ્રવાસન ઉદ્યોગનો ફાળો સૌથી વધારે છે. આ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ પણ મહત્વનો ભાગ ભજવે છે. દુબઇ શેર બજાર, કોમોડીટી બજારનું મુખ્ય કેન્દ્ર છે અને સોનાના વ્યાપરના સુક પણ આવેલા છે. બુર્જ ખલીફા, ગોલ્ડ સુક, બુર્જ અલ-આરબ, પામ ઝુમેરાહ, વર્લ્ડ આઇલેન્ડ અને મિરાકલ ગાર્ડન જેવા વિશ્વ પ્રસિધ્ધ જોવાલાયક સ્થળો અહીં આવેલા છે. ૨૦૨૦માં દુબઇમાં વર્લ્ડ એક્ષ્પો યોજવાનો હતો જે કોરોના રોગચાળાને કારણે ઓક્ટોબર ૨૦૨૧ માં શરુ થયેલ હતો.

વાહનવ્યવહાર

[ફેરફાર કરો]

દુબઇ ઍમીરાત્સ એરલાઈનનું મુખ્ય મથક છે અને દુનિયાભરના એરપોર્ટો સાથે હવાઈ માર્ગે જોડાયેલ છે. દુબઇનું જેબલ અલી અને રશીદ બંદર આરબ સાગર પર આવેલુ એશિયા અને આફ્રિકાને જોડતા મહત્વના બંદરો છે. દુબઇમાં શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મેટ્રો રેઈલ, મોનો રેઇલ અને ટ્રામ-વેની પણ વ્યવ્સ્થા છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Population Bulletin" (PDF). Dubai Statistics Center, Government of Dubai. 2015. મૂળ સંગ્રહિત (PDF) માંથી 7 April 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 November 2018.
  2. Dubai Geography page from dubai.com. Retrieved 12 July 2019.
  3. "Dubai Population Are 3.3 Million by Q3-19". www.dsc.gov.ae. મેળવેલ 15 December 2019.
  4. "Gross Domestic Product (GDP) of the Emirate of Dubai 2006–2008". Dubai Statistics Centre. મૂળ માંથી 20 May 2010 પર સંગ્રહિત. મેળવેલ 5 May 2010.
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy