લખાણ પર જાઓ

ભૂસ્ખલન

વિકિપીડિયામાંથી
રાજ્ય ધોરી માર્ગ નં. ૧૪૦, કેલિફોર્નિયા ખાતે ભૂસ્ખલન

ભૂસ્ખલનને (અંગ્રેજી: landslip) એક ભૌગોલિક ઘટના છે. જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ભૂસ્ખલન અપતટીય દરિયાઇ અને તટવર્તી પર્યાવરણોમાં થઇ શકે છે. ગુરુત્વાકર્ષણ ક્રિયા ભૂસ્ખલન માટે પ્રાથમિક ચાલક બળ છે.

સ્થિર ઢાળમાં જયારે અસ્થિર સ્થિતી ઉભી થાય ત્યારે ભૂસ્ખલન થાય છે. ઢાળની સ્થિરતા ઘણા બધા કારણોને લીધે ઊભી થાય છે. ભૂસ્ખલનમાં કુદરતી કારણોનો સમાવેશ થાય છે:

  • ભૂગર્ભજળનું દબાણ ઢાળની અસ્થિરતા માટે કારણભૂત છે.
  • ઊભી વનસ્પતિનું ન હોવું (૩-૪ દિવસ માટે જંગલોમાં આગ લાગવી અને વૃક્ષ બળી જવા)
  • નદીઓ અથવા સમુદ્રમાં મોજા દ્વારા ઢાળના પાયાનું ધોવાણ.
  • બરફ ઓગળે, હિમનદીઓનું ઓગળવું અથવા ભારે વરસાદ.
  • અસ્થિર ઢાળ પર ભૂકંપનો અચકો લાગવો.
  • ધરતીકંપને કારણે ઢાળ અસ્થિર બનવા.
  • જ્વાળામુખી ફાટી નીકળવો.
  • અતિશય વર્ષા.

ભૂસ્ખલન માનવ પ્રવૃત્તિઓ દ્વારા વકરી શકે છે જેમ કે;

  • વન નાબૂદી, ખેતી અને બાંધકામ.
  • મશીનરી અથવા ટ્રાફિકથી સ્પંદનો.
  • વિસ્ફોટન.
  • ઢોળાવનો આકાર બદલાવો અથવા ઢોળાવ પર નવું વજન નાખવું.

પ્રકાર

[ફેરફાર કરો]

૧. કાટમાળનો પ્રવાહ

પાણી સાથે ઢાળ સામગ્રી અને કચરો પ્રવાહ અથવા કાદવ પ્રવાહમાં વિકાસ કરી શકે છે. જેમાં પથ્થર અને કાદવનો રગડો, વૃક્ષો, ઘરો પણ હોઇ સકે છે .

રહેઠાણવાળા વિસ્તારમાં આવો પ્રવાહ સંપતિ અને માનવ જીવનને ઘણું નુકશાન પહોંચાડી શકે છે.

૨. Earthflows

Earthflows ચીકણું પ્રવાહી છે જે ધીમેથી ઝડપી કોઈપણ ઝડપે વહી શકે છે. જેમ ઝીણું અને પાણીવાળી જમીન અને રેતીનું મિશ્રણ હોય છે. ખાસ કરીને, તેઓ 0.17 થી 20 કિ.મી. / ક ઝડપ પકડી શકે છે.

૩. કાટમાળનો ભૂસ્ખલન

આ પ્રક્રારના ભૂસ્ખલનમાં ખડકો, માટી, બરફ, લાકડા, પાણી વગેરે હોય છે. આ પ્રકારનું ભૂસ્ખલન મોટા ભાગે જંગલી વિસ્તારોમાં વધારે જોવા મળે છે.

૪. Sturzstrom

આ પણ એક વિશિષ્ટ પ્રકારનું ભૂસ્ખલન છે, જેમાં રેતી અને પથ્થર હોય છે અને મોટાભાગે પહાડી વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના ભૂસ્ખલનમાં બીજા બધા કરતા ૨૦-૩૦ % વધારે તાકાત હોય છે. જેટલા પ્રમાણમાં તેમાં કચરો વધુ હોય છે એટલોજ એ વધારે વહે છે.

૫. છીછરા ભૂસ્ખલન

આ પ્રકારમાં વહેણ ઘણો ઓછો હોય છે, માટે આ ભૂસ્ખલન છીછરા ભૂસ્ખલન કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે કચરો, કચરો પ્રવાહ, અને ઢોળાવનો સમાવેશ થાય છે. ધીમે ધીમે ઢાળ નીચે આવે .

૬. સુનામી

ભૂસ્ખલન જે સમુદ્રમાં થાય છે અને તેના કારણે જે મોજાં ઉઠે છે, તેને સુનામી કહેવામાં આવે છે

સમુદ્રમાં ભૂકંપ થાય છે અને તેના લીધે ભૂસ્ખલન અને ભૂસ્ખલનથી સુનામી આવે છે. સુનામીથી ઘણીજ મોટી જનહાની થાય છે.

ભારતમાં થયેલાં કેટલાંક ભૂસ્ખલન

[ફેરફાર કરો]
  • ઉત્તરાખંડ - ૧૪-૧૭ જુન ૨૦૧૩ દરમિયાન ભારતનાં ઉત્તરાખંડ રાજ્યના બદરીનાથ-કેદારનાથમાં ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં મોટા પાયે જાનહાની થઈ હતી. આ ભૂસ્ખલન ૩૮૦૦ મીટરની ઊંંચાઈ પર થયું હતું.
  • પુના જિલ્લાના અંબે ડેમ પાસે અંબે ગામ ખાતે જુલાઈ ૨૦૧૪માં ભારે ભૂસ્ખલન થયું જેના કારણે પચાસેક ઘરો દબાઈ ગયા જેમાં ૧૫૦થી વધુ લોકો ફસાયા હતા.
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy