મે ૩
દેખાવ
૩ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું
થવામાં ૨૪૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૪૯૪ – કોલંબસે (Christopher Columbus), જમૈકા (Jamaica) થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.
- ૧૮૦૨ - 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.
- ૧૮૩૭ – ગ્રીસના એથેન્સ શહેરમાં એથેન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૧૩ – ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પૂર્ણ લંબાઈનું પ્રથમ ચલચિત્ર રાજા હરિશ્ચંદ્ર રજૂ થયું.
- ૧૯૨૧ – બ્રિટિશ કાયદા હેઠળ 'આયર્લેન્ડ સરકાર અધિનિયમ ૧૯૨૦' અંતર્ગત આયર્લેન્ડનું ઉત્તરી આયર્લૅન્ડ અને દક્ષિણ આયર્લૅન્ડમાં વિભાજન.
- ૧૯૩૭ – 'ગોન વિથ ધ વિન્ડ' (Gone with the Wind), 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખાયેલ નવલકથાને પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize) મળ્યું.
- ૧૯૩૯ – નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (All India Forward Bloc) નામના પક્ષની સ્થાપના કરાઈ.
- ૧૯૭૩ – શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર (Sears Tower), વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.
- ૧૯૭૮ – ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશનના માર્કેટિંગ પ્રતિનિધિ દ્વારા અમેરિકાના તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા (જે પછીથી "સ્પામ" તરીકે જાણીતા થયા).
- ૧૯૭૯ – માર્ગારેટ થેચર યુનાઇટેડ કિંગડમની સામાન્ય ચૂંટણી જીત્યા.
- ૧૯૯૯ – ભારતીય સીમામાં પાકિસ્તાની સૈનિકોની ઘૂસણખોરી કારગિલ યુદ્ધમાં પરિણમી.
- ૨૦૦૧ – ૧૯૪૭માં આયોગની રચના થયા બાદ અમેરિકાએ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં પોતાની બેઠક ગુમાવી.
- ૨૦૦૨ – રાજસ્થાન પાસે લશ્કરી મીગ-૨૧ (MiG-21) વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૬ – વી.કે. કૃષ્ણ મેનન, પૂર્વ ભારતીય સંરક્ષણ મંત્રી, વકીલ, ન્યાયશાસ્ત્રી અને રાજનેતા. (અ. 1974)
- ૧૯૧૭ – પ્રજારામ રાવળ, ગુજરાતી સાહિત્યકાર, કવિ અને અનુવાદક. (અ.૧૯૯૧)
- ૧૯૫૯ – ઉમા ભારતી (Uma Bharati), ભારતીય રાજકારણી.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૬૯ – ડૉ. ઝાકીર હુસૈન, ભારતના ૩જા રાષ્ટ્રપતિ (જ. ૧૮૭૯)
- ૧૯૮૧ - ભારતીય અભિનેત્રી નરગીસ (જ. ૧૯૨૯)
- ૨૦૦૬ – પ્રમોદ મહાજન, ભારતીય રાજકારણી (જ. ૧૯૪૯)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
- વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day)
- બંધારણ દિવસ, પોલેન્ડ અને લિથુઆનિયા.
- બંધારણ સ્મારક દિવસ – જાપાન